નબળી પરિસ્થિતીમાં જે માણસ મઝામાં રહે છે.
એની મઝા જોઈ આખી દુનિયા દ્વિધામાં રહે છે.
મળે છે રોજ એ બધા છે મ્હોરા વાળા માણસ,
સાચુકલો માણસ તો પાછળ પડદામાં રહે છે.
ને જવુ કે નૈ હવે એની ગલીમાં એવું વિચારીને,
એમની વિદાય પછી પગરવ દુવિધામાં રહે છે.
વિશાળતા ને ઉંડાણ ફ્કત દેખાવ છે દરિયાનો,
એનો અસલ મીજાજ ને તાકાત મોંજામાં રહે છે.
ના પૂછશો મારી કહાણી પ્રશ્નો કરી “અભિદેવ”,
જિંદગીનો સાર મારી ગઝલ ને કવિતામાં રહે છે.
“અભિદેવ”