“લગ્નજીવન “
લગ્નજીવનમાં ઘણીબધી બાંધછોડ કરવી પડે.આવી રમતો રમતાં રમતાં છેવટે
એક દિવસ એવી મંજિલે આવી પહોંચીશું કે જ્યારે એકબીજાના ટેકા વિના સંસાર
સાગર તરવાની મઝા નહિ આવે.મમત છોડી સુલેહ કરી લેવી જોઇએ.પત્નીથી પુરુષ
ઉજળો છે.ઘરની ચાર દિવાલો વચ્ચે જે થાય તે થાય,પણ સમાજની દૃષ્ટિએ તો પતિ-
પત્ની એક જ ગણાય છે.આપણો દેશ કંઇ યુરોપ-અમેરિકા જેવો દેશ નથી કે હાલતા-
ચાલતા છૂટાછેડા લઇ લેવાય.
🙏