શીર્ષક - " પાડ 'મા'નો "
જીવનપર્યંત માંગું હું બસ સાથ 'મા'નો;
હરઘડી - હરપળ મળે સંગાથ 'મા'નો;
ખસી ગયું પાંદડું નસીબની આગળથી,
ફર્યો શું જરા માથા ઉપર હાથ 'મા'નો;
બાળપણ પળભરમાં આવી જાય પાછું,
સંભળાય જો કાને "બેટા" સાદ 'મા'નો;
છપ્પન ભોગમાંયે નથી મળતો એ સ્વાદ,
મળતો'તો હર કોળિયે જે સ્વાદ 'મા'નો;
"વ્યોમ" વાસી પણ અવતરે 'મા'ની કૂખે,
જેથી, મળે એને પણ થોડો લાડ 'મા'નો;
આપે જન્મ બાળને, સહી દુખાવો અસહ્ય!
કે જોવે આ સુંદર સંસાર એ બાળ 'મા'નો;
નવ મહિના રાખ્યાં "વ્યોમ" જેણે કૂખમાં,
ઉતારે પણ ઉતારાશે નહીં એ પાડ 'મા'નો;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર