કરું કેવી રીતે
જાતને અર્પણ કરું કેવી રીતે.
કામના હરક્ષણ કરું કેવી રીતે
પાંપણોમાં સાચવેલી છે શરમ,
આંખ ત્યાં દર્પણ કરું કેવી રીતે.
આખરી ઈચ્છા ને ખિસ્સામાં નથી,
કાશી જઇ તર્પણ કરું કેવી રીતે.
કાળ ઊભો સાવ સામે બોલ ત્યાં,
જીતવા ઘર્ષણ કરું કેવી રીતે.
મન ભરાતું કણથી ત્યાં સમજાય કે
આજ પણ ને બણ કરું કેવી રીતે.
સાંભળીને રાખજે મનમાં હવે,
તો મળી ગણગણ કરું કેવી રીતે.
સ્નેહની તરફેણમાં આખું જગત,
એકલાં પીંજણ કરું કેવી રીતે. ©
કાજલ
કિરણ પિયુષ શાહ