પારસ પંખી
(બે પ્રેમી પંખી જ્યારે પ્રેમમાં હોય
એકબીજા સાથે વાત ન કરી શકતા હોય)
નર)
"આપણે બે સારસ પંખી જાણે કે એક જ દરવાજાના બે ભાગ છીએ. હું તને મળવા માટે પાંખ ખોલું છું, ત્યારે તું દૂર થઈ જાય છે. તું મારી પાસે આવે છે, ત્યારે હું દૂર જતો રહું છું. આપણે બન્ને એકબીજા સાથે વાત કરવા ઈચ્છીએ છીએ, પણ ખબર નહીં કેમ, આપણા શબ્દો એકબીજા સુધી પહોંચી જ નથી શકતા. આપણે એકબીજાથી દૂર ભાગીએ છીએ."
(માદા)
"ગઈ રાત્રે સપનામાં મેં તને ફરી જોયો. હું દુઃખી હતી, જ્યારે તું મારી સાથે વાત કરતો હતો. મેં મારા કાન બંધ નહોતા કર્યા, પણ હું કંઈ બોલી ના શકી. મનમાં રહેલી વાત છુપાવવી ખૂબ અઘરી હોય છે. તું મને મારાથી પણ વધારે ઓળખે છે. અને એક વાત, મારું અસ્તિત્વ ત્યાં છે, જ્યાં તારું અસ્તિત્વ છે."