કાગળની વેદના
કાગળ રહ્યો કોરો ને થાય હવે રફકામ
કાગળની વેદના વચ્ચે થાય કેવીરીતે કામ!
નથી રહી કલમ અને કવિતાની જુગલબંધી
થાય છે ડાયરા અને કવિતા બની મુશાયરા ધામ
શબ્દો લખાય છે હવે મોબાઇલ લેપટોપમાં
કાગળની વેદના કહે ના રહ્યું કલમનું કામ!
- કૌશિક દવે
-Kaushik Dave