મારી ફિકર કરનારાઓમાં તારું જ નામ નથી,
જવા દે સજન! આ દર્દમાં હવે મજા નથી.
સાવ બીબાઢાળ સમય, શ્વાસોનું આવાગમન,
સાથ વિના તારા, સુખનાં આગમનને રજા નથી.
ગેરહાજર જો હોઉં હું સતત તારા વિચારોમાં,
આથી વિશેષ મારા પ્રેમને મળી કોઈ સજા નથી.
રોજ મળું! ભરતી બની, તને ભીંજવતી રહું,
કિનારા માફક અકડું બનું, મારે એ ગજાનું નથી.
સરેઆમ તો કંઈ સ્નેહનો હિસાબ મંગાતો હશે!
અરે ! તમને તો સહેજે કોઈની લજ્જા નથી.
✍️ સરગમ
-Priyanka Chauhan