તારી સાથે એક અનોખો સંગાથ છે.
ફક્ત તારી જોડે જ મારો અનોખો મિજાજ છે.
થોડી જ ક્ષણ હો ભલે મુલાકાત માટે.
જીવાય જવાય છે જિંદગી એ એક પળ વાટે.
ખાટી મીઠી વાતો ને મીઠા ઝઘડાં ની મોજ છે.
રિસામણા મનામણા અહીં ન આવે અહીં તો લાગણી નો હોજ છે.
બંધન આપણું કેવું અજોડ રચાયું છે !
નામ વિના જ આ સંબંધે જોડાયું છે.
એક મૌનનો આકાર ને એક શબ્દની સૌગાત.
વહેતી રહે લાગણી ઓ અવિરત આરપાર.
ના સ્વાથૅ છે ના કોઈ અપેક્ષાનું મહોતાજ છે.
બસ એક સ્નેહ નુ જ વિશાળ આકાશ છે.
કાળજી ને ચિંતા એકદમ ની અપાર છે.
ખુદથી વધુ એકમેક માં વિશ્વાસ છે.
ખુદા પાસે તારી જ દુઆ ચાહું .
સ્મિત બની બસ તારા ચહેરે વહું.
તારી સાથે એક અનોખો અહેસાસ છે.
તારા આત્મા સાથે સીધો જ સહેવાસ છે.
રાધાકૃષ્ણ નો એક અનોખો સંગાથ છે.
પ્રેમની પરિભાષા નો એક આગવો મિજાજ છે.