कोऽतिभार: समर्थानाम्,
किं दूरं व्यवसायिनाम्।
को विदेश: सविद्यानाम्,
क: पर: प्रियवादिनाम्॥
(चाणक्यनीति, ३.१३ ॥)
*વિન્યાસ*
क: अतिभार:, क: विदेश:।
*ભાવાર્થ*
જે શક્તિશાળી છે એને ઓછો બોજ કે વધારે બોજ શું? જેને ધંધા-રોજગાર માટે ફરવાનું છે એને મંઝિલ નજીક કે દૂર શું? જે ભણેલો ગણેલો છે એને દેશ કે પરદેશ શું? જેની વાણી મીઠી છે એને પારકું કે પોતાનું શું?
(ચાણક્યનીતિ, ૩.૧૩)
🙏 શુભ ચંદ્રવાર! 🙏