જ્યારે ગ્રહો યુવાન તારાની આસપાસ રચાય છે, ત્યારે તેઓ ગેસ અને ધૂળની પ્રોટોપ્લેનેટરી ડિસ્કમાં રચાય છે. ડિસ્કનો પ્રકાર આપણને જણાવે છે કે તેમાં કયા પ્રકારના ગ્રહો બની રહ્યા છે.
નીચેની ઇમેજમાં ત્રણ પ્રકારની પ્રોટોપ્લેનેટરી ડિસ્ક જોવા મળે છે! આ ઇમેજમાં દેખાતી દરેક ડિસ્કને રેડિયો ટેલિસ્કોપ ધ્વારા કેપ્ચર કરવામાં આવી છે!
ઇમેજમાં ડાબી તરફ આવેલી ડિસ્કમાં છિદ્રો જોવા મળે છે જ્યાં નેપ્ચ્યુનના કદના ગ્રહો બની રહ્યા છે!
ઇમેજની મધ્યમાં આવેલી ડિસ્કમાં જ્યુપિટરથી મોટા કદના અને વધુ તાપમાન ધરાવતા ગ્રહો (જેને જોવિયન-ગ્રહો કહે છે) આવેલાં છે! આ ગ્રહો રચાવાને કારણે ડિસ્કના મધ્ય ભાગમાં ખાલી જગ્યા થતી જોવા મળે છે!
ઇમેજમાં જમણી તરફની ડિસ્કમાં ખાલી જગ્યા અથવા છિદ્રો જોવા મળતા નથી કારણ આ ડિસ્કમાં માત્ર નાના ગ્રહો જ રચાઈ રહ્યા છે!
-નીલકંઠ