કર્ણાવતી ક્લબ સામે રાત્રી ખાણીપીણી બઝાર માં. આવી બજારો છેલ્લાં સાતેક વર્ષમાં જ ઊભી થઈ છે. નોકરી નાં અંતિમ વર્ષોમાં લેટ કમિંગ અને પછી બોપલ થી થોડું દૂર હોઈ ખાસ આવાં બજારો માં ગયો નથી.
આવું જ બજાર હમણાં ગુ. યુનિ. થી અટિરા ની સ્ટ્રીટ માં જોયું. સેપ્ટ પાસેથી ઉઠાવી લીધા છે. સિંધુ ભવન પાસે રસ્તે નથી ઉભવા દેતા તો નજીકનાં ખાંચાઓ માં ઊભે છે.
આ કર્ણાવતી ક્લબ સામે , ઑફિશિયલ એલાઉ કરી લાગી. બોર્ડ કર્ણાવતી ફૂડ ટ્રક સ્ટ્રીટ એવું હતું .
અહી ઝાકઝમાળ રોશનીઓ વાળા સ્ટોલ બે બાજુ હતા જેમાં એક તરફ ઈંડા, ચિકન, નોનવેજ આઈટમ ની જ લાઇન, બીજી તરફ ઢોંસા ,પરોઠા, પીઝા, ચાયનીઝ વગેરે ના વેજ સ્ટોલ્સ હતા. વચ્ચે લાઈવ ઢોકળા, ઈડલી , ખીચું વગેરે.
આઈસ્ક્રીમ ના પણ સ્ટોલ્સ માં રોલ કુલ્ફી, જાંબુ કે જામફળ આઈસ્ક્રીમ વગેરે હતું.
બહાર સોડા , ફ્લેવર્ડ સોડા, સ્મોક પાન વગેરે ની હાટડીઓ હતી. સામે પેઇડ પાર્કિંગ પણ હતું જેમાં કાર પાર્ક કરી. બીજે ખાલી જગ્યામાં ન મળી એટલે. બાઈક, સ્કૂટરો તો જ્યાં જગ્યા મળે ત્યાં અને પેઇડ પાર્કિંગ માં.
મોટો પરોઠો આચાર, દહીં સાથે ખાધો તો પેટ ભરાઈ ગયું. ઉપર રોલ ક્ટ આઈસ્ક્રીમ.
મોટે ભાગે યુવાન લોકો, કપલ એટલે બોય, ગર્લ ની પેર માં હતાં. પેલીને ફેરવવા ને આ રીતે એન્જોય કરાવવા લાવ્યો હોય એવું. કોઈ બે ત્રણ કપલ ની પેર પણ એકાદ ટેબલે બેઠી ગુજરાતી આનંદ ની રીતે મોટેથી હસી બોલી રહી હતી.
નવી સાદી ફેશન નો પણ ખ્યાલ આવ્યો.
યુવા વાચકો સમજે તો મારી નોવેલો અને વાર્તાઓમાં આ વર્ણનો વણી લઈશ.
સાંજ ખૂબ સરસ ગઈ. અમે તો રાત પડે ઘરમાં બેસી ટીવી જોનારાં. પુત્ર ટુંકી મુલાકાતે અમદાવાદ આવતાં ફરી આવ્યાં. આ કર્ણાવતી ફૂડ ટ્રક માર્કેટની મુલાકાત પહેલી વાર લીધી.