" જરા ધ્યાન રાખો "
( ગઝલ )
ન વાળો કમરને જરા ધ્યાન રાખો.
ઘણા થાય પાગલ તમે ભાન રાખો.
ઇશારે કરી પ્રેમની વાત મેં તો;
કહ્યું મેં ઉઘાડા તમે કાન રાખો.
કે સૂકાઈ જાવા ન દેતા જરા પણ;
ભલા હોઠ પર જે ગમે ગાન રાખો.
ન વેરાન થાશે કદી બાગ ક્યારે;
સદા એક લીલું તમે પાન રાખો.
કે છોડી ન જાતા મજા આવશે ના;
જરા આજ Bન્દાસનું માન રાખો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪