*તૃપ્તિ.....*
માથે સૂર્ય લઈ નીકળી'તી
ખુદથી ખોવાયેલી
એકલી અટુલી..
વારંવાર હાથ સામે અને
થોડી થોડીવારે ઉપર આભ સામે..
નજર વીંધી જોતી'તી
કાળઝાળ તાપે તપતી કાયા..
ગોર રંગ છોડી..
લાલ કંકુવરણી બની.
ખૂલ્લા પગને ઉઘાડું માથું..
ઓઠણી સરીને હાથમાં...
આસપાસથી અજાણ બની
તેની જ ધૂનમાં.
હોઠ સૂકાયને તરડાયા..
ત્વચા પણ તાપથી ફાટવા લાગી..
પગનાં છાલા ત્રાહિમામ પોકારતા.
પણ...
એ રુપસુંદરી..
ખુદને સંતાપતી..
સ્થિતપ્રજ્ઞ બની'તી..
ફરિયાદ કરી થાકી હતી..
જેણે દીધેલ એણે જ લીધેલ પાછો..
પણ
આ કુદરતની લીલા તેને નહોતી સમજાય..
બસ,...
ત્યારથી નિરર્થક રખડયા કરતી...
શોધ્યા જ કરતી..
ત્યાં દૂરથી..
એક બાળ..
'મા.. મા.. મા..' કરતું દોડ્યું.
આવી વળગી...
તું ક્યાં હતી..?
અને જાણે મેહુલિયો વરસ્યો..
જનેતાને કાળજે ઠંડક વ્યાપી..
બાળને તાપથી બચાવતી..
પાલવમાં છુપાવતી...
એક તૃપ્તિના ભાવ સાથે..
આભ પર આભાર દ્રષ્ટિ નાખી..
અને
તાપથી બચાવવા ભાગી...
હા! તે 'મા' જ હતી..©
"કાજલ "
કિરણ પિયુષ શાહ