બહુ જિદ્દી છે , આ યાદો તારી,
દોડી આવે લીધા વિના પરવાનગી મારી,
ક્યાં આવે છે એ એકલી,
લાવે તારી વાતો વ્હાલી વ્હાલી,
સાવ એકલતા માં પણ,
રાખે છે મને વ્યસ્ત,
હું નથી થતી એનાથી કદી ત્રસ્ત,
હા !, એ પણ છે તારા જ જેવી,
આવે ત્યારે લાવે હર્ષની હેલી,
ને જાય ત્યારે,
બનાવે મુજને આંસુની સહેલી,
કેમ સુલઝાવું હું આ પહેલી,
તને લીધા વિના ,
કેમ દોડી આવે યાદો તારી એકલી??
-Priyanka Chauhan