ગયા તે ગયા
વાયદો ત્યાં નિભાવી ગયા તે ગયા,
કામ એનું બતાવી ગયા તે ગયા.
યાદ મનથી કરી દૂર એ ભૂલવા,
ચાંદ ગમતો જતાવી ગયા તે ગયા.
ફુલ સાથે જ કાંટા મળે કાયમી,
તોય ચુંભન છુપાવી ગયા તે ગયા.
બેરંગી જિંદગી શ્યામથી શ્વેતમાં,
રંગ નોખા સજાવી ગયા તે ગયા.
સાવ સાચી હતી લાગણી તોય ત્યાં,
મનની વાતો જણાવી ગયા તે ગયા.
સાત પગલાં અહીં સાથ ચાલી શકું,
આજ ડગલાં મપાવી ગયા તે ગયા.
વાર તહેવાર આવે જરા માણવા,
ખ્વાબ મોટા કરાવી ગયા તે ગયા. ©
કાજલ
કિરણ પિયુષ શાહ