" નિશાની હોઠે પડી "
( ગઝલ )
પ્રેમની ટેવ તો રોજ કોઠે પડી.
કે નિશાની બધી રોજ હોઠે પડી.
બસ દિવસ રાત પાગલ બનીને ફરું;
માંગતો પ્રેમને રોજ ફોટે પડી.
ભેટ એ સાચવી રાખતો કાયમી;
આંગળીની બધી ભાત લોટે પડી.
જોઈ સંતોષ થાતો મને આજ પણ;
ફાટતી ના ગળી રોજ નોટે પડી.
સાપ Bન્દાસ રીતે જતો પણ રહ્યો;
કે ઉઝરડા નિશાની તો સોટે પડી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૪