અચાનક જો થઈ જાઉં તારી આ
નજરથી દુર તો મને યાદ તો કરીશ ને?
વિખુટી પડી જઈશ તારાથી તો
મને યાદ તો કરીશ ને?
રહેવું છે મારે તો આજીવન તારી સંગ
પણ જો કાન્હાએ અલગ કર્યાં તો
મને યાદ તો કરીશ ને?
કોને ખબર કયારે શું થઈ જાય!
કદાચ આ દુનિયા જ છોડીને હું જાઉં
તો મને યાદ તો કરીશ ને?
સગપણ તો અતૂટ છે તારું ને મારું
પણ જો સાથ છૂટી જશે તો
મને યાદ તો કરીશ ને?
આજે એમ જ આ વિચાર આવી ગયો.
મને તો તારાં દિલમાં રહેવું છે
તું રાખીશને?
-Bhavna Chauhan