“ ઈશ્વર તું તો ભાઇ ગજબનો વેપારી નીકળ્યો”
ઈશ્વર તું ગતો ભાઇ ગજબનો વેપારી નીકળ્યો
પહેલા બધું મૃતમાં પછી લાખોમાં ખર્ચ કરાવ્યો
આંખ કાન નાક દિલ દિમાગ હાથ પગ વગેરે
સાઇઠ વર્ષે રિપેર કરવામાં નાકે દમ આવ્યો
રીપેરીંગની મજબુરી છે મોંઘવારીની મોકાણ છે
તારા આ અમૂલ્ય રત્નોને જોવા પણ ના આવ્યો?
વિનંતી તારા દાગીના મરણ સુધી ચાલે તેવુ કર
બગડે તો મરણ આવે તે માણસને ખરો ફસાવ્યો.
….. મનોજ મહેતા.