તને જ કવિતા બનાવીને બસ લખ્યાં કરું છું.
કલમ પણ સમજી ગઈ છે મને ને તને જાણે.
નથી કલમ થાકતી કે નથી તારી યાદો અટકતી.
સમયની સાથે ગાઢ બની રહ્યું છે આ બંધન.
કયારેક ઉમટી પડે છે એટલાં વિચારો તારાં કે
કલમ પણ નાની ને કાગળ પણ નાનું લાગે છે.
ચોતરફ બસ તારો પડછાયો ને તારો જ ચહેરો.
બાકી બધું જ ધૂંધળું નજર આવે છે આ આંખોને.
-Bhavna Chauhan