"ગમ્યું મને એ"
ગમ્યું મને એ મળ્યું નઈ,
ભાષા મારી વેરણ થઈ.
બાંધી શબ્દ કોષ ની પ્રીત એવી, 'કે
પ્રીત મારી કોરણ થઈ.
ક ખ ગ ઘ ચ છ મ મ:,
કક્કો બારાખડી જોડે નહી.
"છતાં"
મુળ રૂપી મૂળાક્ષરો થી,
મારી માતૃભાષા ગુજરાતી અવલ થઈ.
એક શબ્દો ના રૂપ અનેક,
તો પણ પાત્ર બદલતી નહી.
વાકા ચુકા આડા અવળા
બધાને સીધા કરતી ગઈ.
ગમ્યું મને એ મળ્યું નઈ,
ભાષા મારી વેરણ થઈ.
બાંધી શબ્દ કોષ ની પ્રીત એવી, 'કે
પ્રીત મારી "સ્વયમભુ"કોરણ થઈ.!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ