વર્ષોની માનેલી મુજ માનતા ફળી,
એથી તો તુજ પ્રેમની સોગાત મળી.
સનેહભર્યો સ્પર્શ તારો શબનમ સમ શીતળ ,
આલિંગનમાં આતમની આગને ટાઢક વળી.
વસમા વાવાઝોડાનો શીદને ભય વાલમ!
ગોઠવીશું સંગાથે સ્નેહની એક એક સળી.
લડીશું, રીસાઈશું, મનાવીશું ને માની જઈશું,
ઝઘડાઓ પણ મીઠા લાગશે લાગણીમાં ભળી.
પતિ કહું કે પરમેશ્વર, માન્યો મેં સર્વસ્વ તને જ,
તારી વ્હાલી વાતો જ નહી,લાગે છે ગાળો પણ ગળી.
✍️ સરગમ
-Priyanka Chauhan