ત્રિદલ
આસ્થાનું સ્થાન ત્રિદલ
મહાદેવનો શણગાર ત્રિદલ
વૃક્ષ જેનું અંગ અંગ ઉપયોગી
પર્ણ છાલ ને ફળ બધુંય.
સમાજનું પ્રતિક ત્રિદલ
મા બાપ ને બાળક
ડાળ પર દર ડાળખીએ
પર્ણ ત્રણ
શ્રદ્ધા વિશ્વાસ આસ્થા કહો
ફળ આપે અનેરું
ડાળીઓ પર અનેક ડાળખી
ને દરેક ડાળખીએ ત્રિદલ
શિવજીની ત્રીજી આંખ
સમજણની પાંખ
માનવ મનની અણકહી વાત
. ત્રિદલ કહો કે બિલીપત્ર
હા! એ જ એ જ... ©
કાજલ
કિરણ પિયુષ શાહ