અધૂરો તોયે એ મધુરો લાગતો માસ ફેબ્રુઆરી.
પ્રેમીઓનો મસીહા સમજતો માસ ફેબ્રુઆરી.
રોજબરોજ ' ડે ' ની ઊજવણી માનવ કરતા,
જાણે કે વિનસને આમંત્રતો માસ ફેબ્રુઆરી.
ૠતુરાજ વસંત પ્રાબલ્ય પ્રગટાવતા નિસર્ગમાં,
ભ્રમર તણા ગુંજારે ગૂંજતો માસ ફેબ્રુઆરી.
વિરહીજનોના સંદેશાઓ એકમેકને આપનારો,
હૃદયમાં કેટલા ઝંકાર જગવતો માસ ફેબ્રુઆરી.
આશા, ઉમંગ, ઉત્સાહ,તરવરાટને સમર્પણ હો,
રખેને સાક્ષાત અનંગ મોકલતો માસ ફેબ્રુઆરી.
ભૂલીને ગણતરી દુન્વયી મતલબની યુવાહૈયાંઓ,
સ્નેહ સંબંધ પરસ્પર વિકસાવતો માસ ફેબ્રુઆરી.
સામ્રાજ્ય પ્રેમ, સ્નેહને તલસાટનું વ્યાપી જનારું,
ગણતરી માર્ચ માસ પાછો ઠેલતો માસ ફેબ્રુઆરી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.