અંકોડો
હસ્તધનૂન
હાથ લંબાવ્યો
ને
એકમેકમાં હાથ ગુંથાયો
અંકોડો જાણે....
નથી છોડવો હવે હાથ
ઈશ્વર તારો હાથ
સુખ દુઃખ
હર્ષ શોક
કે
ચડતી પડતી
બે જોડ પગલા
તકલીફમાં
દેખાય એક જોડ
ત્યારે
સમજાય
એક જોડ ખોવાય
ગેરસમજ પળવાર થતી
ને
સમજાતું
આતો મારો ઈશ્વર
મને તેડી ચાલે
તકલીફો સહ્ય
ફક્ત તારા સાથથી
વ્હાલમનો સાથ પણ
આજ ઈશ્વર જેવો
ડગલે પગલે
હાથની સાંકળ બનાવી
આગળ ને આગળ જ
સદા સદા... ©
કાજલ
કિરણ પિયુષ શાહ