कोऽतिभार: समर्थानाम्,
किं दूरं व्यवसायिनाम्।
को विदेश: सविद्यानाम्,
क: पर: प्रियवादिनाम्॥
(चाणक्यनीति, ३.१३।)
વિન્યાસ
क: अतिभार, क: विदेश:।
ભાવાર્થ
જે તાકાતવાન છે એને માટે કયું કામ અસંભવ છે? જે વ્યાવસાયિક છે એને માટે શું અપ્રાપ્ય છે? જેણે વિદ્યા મેળવી છે એને માટે શું દેશ કે પરદેશ? અને જે મીઠી વાણી બોલે છે એને માટે કોણ વ્હાલું ને કોણ દવલું છે?!
(ચાણક્યનીતિ, ૩.૧૩)
🙏મંગળમય મંગળવાર!🙏