પ્રિય....મારી પ્રિયા!
મારો વિચાર હતો કે તું આજે આવી હોત તો તાજું ગુલાબનું ફૂલ આપી આપણા પ્યારને મનભરી પ્રથમ વેલેન્ટાઈન્ડ ડે ઉજવત પરંતુ તું નહિ આવે કેમ કે તને બંધન નડે છે.તેમ હું પણ નહિ નીકળી શકતો કેમકે મને પણ કોઈએ બાંધી રાખ્યો છે વિના દોરી વડે.
હું આજીવન તને જ પ્રેમ કરવા પ્રોમિસ આપી બેઠો છું.હવે તો મારા પ્યારનું પ્રતીક સ્વરૂપ ગુલાબ મોકલું છું.સમજી લેજે કે હું તને પ્યાર કરું છું.
મારી ચાહના અન્ય પ્રેમીઓ જેવી નથી.તારી એકલતામાં હંમેશાં તને હસાવતો રહુ.જે દિવસ રૂબરૂ મળે તે દિવસ પણ તારા ખભે માથું મૂકી કલાકો સુધી મારા હાથોમાં તને બાંધી રાખું.
તું ઈચ્છે તો જ હું તને ચૂમી લઈશ એથી વધુ ઈચ્છે તો હું આલિંગન કરીશ.💞પરંતુ તારે શું કરવું તે તારી વાત.
મારો પ્યાર મારી મોજુદગીમાં તારી ખુશી પર નિર્ભર છે.હું તારી કોઈપણ વાતને નહિ ઉલ્લંઘૂ એ ભીષ્મ વચન સમજજે.
તારો પ્યાર મને ગમે છે.તારી બધીજ વાતો મને ગમે છે.તું હસે છે.અને સદાય આવી હસતી રહે તે મને ગમશે.મારી પ્રિયા! કિંમતી કોહિનૂર કરતાં વધુ મોંઘી છે તું.તારા પ્યારને મારી દિલની સ્મૃતિ મંદિરમાં સદાય સંઘરીશ.આ નક્કી રાખજે. તારું નામ પણ ખુબ ગમે છે.
હું તને ખુબ પ્રેમ કરું છું.આ શબ્દો સિવાય હું બીજો શબ્દ લખી નહિ શકતો.કેમકે તારા પ્રેમમાં શબ્દ કોઈ સૂઝતો નથી.પણ સમજી જજે કે હવે મારું સર્વસ્વ તું જ છે. તારા વગરની દુનિયા હવે બીજી કોઈ નહિ હોય.❤❤❤❤❤❤❤❤
આઇ લવ યુ🌹પ્રિયા 🌹
હું તને પ્રેમ કરું છું.
... 💞💞💞💞💞💞💞💞💞💞Wish you very very happy Valentinesday..
મને અંગ્રેજી નહિ આવડતુ.
મારી પ્રિયા! એટલું કહી આ પ્રેમપત્ર મોકલું છું.
આઇ લવ યુ..
❤❤❤❤❤
- વાત્ત્સલ્ય