પ્રકૃતિના ખોળે ચાલ થોડું રમી આવીએ.
મઘમઘતાં ફુલોની સોડમ માણી આવીએ.
વૃક્ષની કોઈ નીચી ડાળે ઝુલી આવીએ.
ઝરણામાં છબછબિયાં કરી આવીએ.
વહેતાં પવન સંગ થોડું ઝુમી આવીએ.
યાદોનાં પગલાં થોડાં પાડી આવીએ.
તારાં મારાં સાથને થોડો માણી આવીએ.
એકમેકમાં ભળીને થોડું જીવી આવીએ.
તારી મારી પ્રીતનાં ગીત ગાઈ આવીએ.
જોયેલાં આ સ્વપ્નને પુરું કરી આવીએ.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan