સત્ય કે'તા કદી શરમાતી નથી,
ગીત ખુદના એકપણ ગાતી નથી,
માતૃભાષા લાગતી મા સમાન તો,
કેમ એ કોઈથી સચવાતી નથી?
માતઉદરેથી ભળી લોહીમાં એ,
તે છતાં એ કેમ બોલાતી નથી?
શબ્દને સાહિત્ય સાથે પ્રિત છે,
રોફ મારી કેમ ભજવાતી નથી,
છે જરૂરી જ્ઞાન બીજી બોલીનું,
કડકડાટ એ કેમ વંચાતી નથી?
✍🏻 પાયલ ઉનડકટ
વદનથી ભલેને વિદેશી વાણી વદીએ,
પણ
મનના ભાવ તો માતૃભાષામાં જ શણગારીએ.
✍🏻 પાયલ