HAPPY ROSE DAY*
અણીદાર ક્રૂર કાંટા વચ્ચે
નિસ્વાર્થ
નિસ્તબ્ધ ને નીરવતા થી સંગાથે રેવું
સૂરજના કિરણો નું પડવું
કળી થઇ ખીલવું
હસવું
ને
હસાવવું
બગીચામાં ફોરમ થઇ ફરવું
ભમરાઓ અને પતંગિયા સાથે
મસ્તીથી રમવું
માળીના હાથે
બજારમાં વેચાવું
ઈશ્વર ચરણોમાં રહેવું
નારીના કેશમાં વેણી થઇ
મોગરાસાથે ગુંથાવવું
કન્યા ને ગમવું
તેનું ચુમવું
કેટલી આહલાદકતા થી તેનું સ્પર્શવું
દેશના વીર સપૂતો ના
શ્રદ્ધાંજલિ સ્વરૂપે તેના ચરણે રડવું
કાયમ જલ જેમ વહેવું
કાયમ રૂપ સાથે મહેકવું
સૂર્યાસ્ત સમયે
હસતાં હસતાં ખરી પડવું.
*કવિ જલરૂપ*
*મોરબી*
🌸 🙏🏻