મારાં મનનો માણીગર સાહ્યબો
મારાં ચિત્તનો ચોર છે.
મારાં મનનો મોરલો રે સાહ્યબો
મારાં ચિત્તનો ચોર છે.
વસી ગયો દિલમાં,
મારી આંખોમાં રમતો.
કામણગારો મારાં,
ધબકારે ધબકતો.
મારી આંખોનો ચમકારો રે સાહ્યબો
મારાં ચિત્તનો ચોર છે.
રુદિયાના રજવાડે
એનાં રે રાજ છે.
શ્વાસે શ્વાસે
બસ એનું રે નામ છે.
મારાં જીવનનો આધાર રે સાહ્યબો
મારાં ચિત્તનો ચોર છે.
જીવનભર ઝંખુ
તારો રે સાથ જો.
રહે જન્મો જનમ
તું મારી સાથ જો.
મારો માનેલો ભરથાર મારો સાહ્યબો
મારાં ચિત્તનો ચોર છે.
મારાં મનનો માણીગર સાહ્યબો
મારાં ચિત્તનો ચોર છે.
મારાં મનનો મોરલો રે સાહ્યબો
મારાં ચિત્તનો ચોર છે.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan