જીયા આજે અઢાર વર્ષની થઇ ચૂકી હતી. તેને બધી સમજ પડતી હતી, તે તેના મમ્મી-પપ્પાનું વર્તન જોઈ શકતી હતી કે' તેના દાદી - દાદાને તેના મમ્મી ખૂબ જ અપમાન જનક શબ્દો બોલતા હતા, એ તેનાથી સહન થઇ શકતું નહોતું .
એક દિવસ તેને લાગ્યું કે મારે મારા મમ્મી પપ્પાને સમજાવવા જ પડશે .
જીયાએ કહ્યું; મમ્મી હું લગ્ન પછી પિયર નહિ આવું.
તેમને કહ્યું કે; કેમ "બેટા " તને મોટી કરી છે અમે અને સમય આવે તો અમારો સાથ છોડી દે એમ કેમ ચાલે !!
જીયાએ કહ્યું; હું તે સમજાવવા માગું છું કે મારા દાદી -દાદા અપમાનજનક શબ્દો ક્યારે બોલશો નહીં. મારા પપ્પાને સફળ કરવામાં એમને ઘણો ભોગ આપ્યો છે .. મમ્મી સંતાન ક્યારે પોતાની રીતે સફળતા પામતા નથી.એમાં માતા- પિતાનો ફાળો હોય છે ,માટે હવે તો મારા દાદી -દાદાને ખુશ રાખીશ તો જ હું લગ્ન પછી આપણા ઘરે આવીશ. જીયાંના શબ્દો સાંભળી બંને ના આંખોમાં આંસુ આવી ગયા અને જીયાંને વચન આપ્યું કે બેટા તારા દાદા - દાદી અને અમારા માતા પિતા ને પ્રેમથી સેવા કરીશું.
પ્રજાપતિ ભાનુબેન બી.

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111858630

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now