મહાત્મા ગાંધીને નમન !
સત્ય અને અહિંસા બે શસ્ત્રો ધરી,
આઝાદી રણ સંગ્રામ જીતનારા,
મહાત્મા ગાંધીને નમન !
દુશ્મનને પણ ખબર નહોતી કે
આ એક ગાંધીની આંધી હતી,
જે અંગ્રેજ સલ્તનતને ઉડાવી જશે,
એ આંધીના ઓલિયા ને નમન !
સદીઓ પછી કોઈ માની પણ નહીં શકે,
કે આ મુઠ્ઠી હાડકાનો માનવી,
મહા સલ્તનતને ડોલાવી ગયો હશે,
ચપટી મીઠા થી શરૂ થયેલો મહાસંગ્રામ,
આખે આખો દરિયો તોફાની
ઓળંગી ગયો,
એ સત્યાગ્રહરૂપી સાગર ખેડનારા
સાહસિક નાવિક ને નમન !
કઈ શક્તિ હતી એ ચરખાની ?
કઈ ભક્તિ હતી એ દેશ પ્રેમની?
કઈ ઝંખના હતી એ આઝાદીની ?
કંઈ વંદના હતી એ માતૃભૂમિની ?
કઈ ચેતના હતી એ રાષ્ટ્રપ્રેમની ?
કઈ ભાવના હતી એ ભગતસિંહ ની ?
કઈ વીરતા હતી એ નવલોહિયા ઓની ?
તેથી મળી ગઈ મોંઘેરી મહામૂલી આઝાદી.
અમર શહીદોને મારા નમન !
✍️... drdhbhatt...