હંમેશા મારા ખ્યાલોંનું 'પ્રતિબિંબ' છે તું,
પલપલ ધબકતા મારા હદયનો 'ધબકાર' છે તું ,
મનના વિશાળ રણમાં રચાતું 'પ્રતિબિંબ' છે તું ,
કે પછી જિંદગીમાં આવનાર પ્રેમનો 'ખજાનો' છે તું .
હંમેશા યાદ રહે એવો 'સબક' છે તું ,
મારા શાંત મનમાં ઘૂઘવતો 'સમુદ્ર' છે તું ,
મધદરિયે તોફાનોનું 'અણસાર' છે ,
પછી ભીની રેતીમાં પડેલા પગરવની મીઠી 'યાદ' છે તું.
તું એટલે જિંદગીનું એ વાવાઝોડું,
જ્યાં મારી તબાહી જ તબાહી હતી..
તું એટલે મધદરિયામાં સર્જાયેલું એ ભવર,
જ્યાં મારું ડૂબવું યથાર્થ હતું..
Darshana Radhe Radhe