બંધન એક #પ્રેમ નું!!!
જીવનમાં વ્યક્તિને જેની સૌથી વધારે જરૂર હોય છે તે જ પ્રેમ.
અહીંયા વાત ફક્ત એક સ્ત્રી અને પુરુષ વચ્ચેના જ પ્રેમની વાત નથી. પણ માતા-પિતા અને તેમના સંતાન ની પણ વાત છે. માતા પિતા અને તેમના સંતાનો વચ્ચે પ્રેમનું એક એવુ બંધન છે જે ઈચ્છવા છતાં પણ ક્યારેય તોડી નથી શકાતું. કારણકે તેઓ પ્રેમની મજબૂત ગાંઠ થી બંધાયેલા હોય છે. ભલે તેમના વિચારોમાં મતભેદ થાય છે,પણ મનભેદ નહિ. માતા-પિતા અને તેમના સંતાનો વચ્ચે નો પ્રેમ સૌથી વધારે અનમોલ છે. તેમના પ્રેમની સરખામણીમાં કોઈ જ ના આવી શકે. માતા-પિતા ઘણીવાર તેમના સંતાનોની એવી ફરમાઇશ માટે હા નથી પાડતા જે તેમના મતે ખોટી હોય છે.અને માટે સંતાનો માતા-પિતાથી ઘણીવાર રિસાઈ જાય છે. તેઓ પોતાને સાચા અને તેમના માતા-પિતાને ખોટા માને છે. પણ સાચી વાત એ જ છે કે સમય જતા સંતાનો ને તેમની ભૂલ સમજાય છે. અને આ ભૂલનો અહેસાસ તેમની વચ્ચે રહેલા પ્રેમનાં બંધનના કારણે જ થાય છે. વ્યક્તિમાં પ્રેમ, ગુસ્સો,ઈર્ષા બધું જ અલગ-અલગ પ્રમાણમાં રહેલું હોય છે. પણ આ બધા કરતા ઉપર આવેલું હોય છે તે છે પ્રેમનું બંધન. આ બંધનના કારણે જ વ્યક્તિમાં રહેલી બધી જ નકારાત્મક વાતો દૂર થઈને તેની જગ્યા પ્રેમ લઈ લે છે. પ્રેમથી ગમે તેટલી વાત બગડી હોય પણ તેને સુધારી શકાય છે.કારણકે પ્રેમનું બંધન અતૂટ છે. માણસ બધા વગર રહી શકે છે પણ પ્રેમ વગર નહીં. વ્યક્તિ પાસે ગમે તેટલો પૈસો હશે, મિત્રો હશે પણ જો તે કોઇનાં પ્રેમનાં બંધનમાં નહિ હોય તો તે દુનિયાનું સૌથી વધારે ગરીબ વ્યક્તિ હશે.
ઘણીવાર પતિ -પત્ની નાં વચ્ચે અબોલા તેમજ રિસામણા થાય છે. પોતાની ઉપરના વધારે પડતા પ્રેમ ના હકના કારણે તેઓ થોડી ગુંગળામણ અનુભવે છે. અને તેમને આ બંધન વધારે લાગે છે. તેથી જ તેઓ અકળાય જાય છે. અને તેઓ આ બંધનથી છૂટવા માંગે છે.પણ આના ઉપાય રુપે આવા સમયે બંનેએ એકબીજાથી થોડી દૂરી બનાવી લેવી જોઈએ. એકબીજાને થોડી સ્પેસ આપવી જોઈએ. જો તેઓ થોડા સમય માટે એકબીજાથી દૂર રહેશે તો જ તેમને તેમના સંબંધનું મહત્વ સમજાશે. ડાઇવોર્સ લઈને કાયમ માટે અલગ થવું તેના કરતા સમજદારીથી થોડો ટાઈમ એકબીજાથી દૂર લઈને તેમને તેમના વચ્ચે નું પ્રેમ નું બંધન કેમ તૂટ્યું તેનો ખ્યાલ આવશે. જિંદગીભર માટે છુટા પડવું તેના કરતા સારુ એ જ છે કે થોડા સમય દૂર રહીને એકબીજાને વિચારવા માટે સમય આપવો. જો પ્રેમનું બંધન અતૂટ હશે તો તે ફરીથી બંધાઈ જશે. પણ જો બંધન કમજોર હશે તો ગમે તેટલું કરવા છતાં નહિ બંધાય. જો નસીબમાં છૂટાં જ પડવાનું હશે તો ૫ણ એકબીજાથી પ્રેમથી છૂટા પડો. ભલે પ્રેમનું બંધન ના રાખો પણ એકબીજા પરની લાગણીનું બંધન જરૂર રાખો. જેથી ક્યારે પણ જો તેને યાદ કરો તો હંમેશા તેની સારી જ યાદ આવે.
જો બસ તો આવું છે પ્રેમનું બંધન!!!
🅷_🆁