શબ્દોની શુ વિસાત,
તું સામે હોય ને એ મૌન ધારણ કરે છે.
ચાંદની શુ વિસાત,
તું સામે આવે ને એ તારાઓ પાછળ છુપાઈ જાય છે.
ગુલાબની શુ વિસાત,
તું સામે આવે ને એ મહેકવાનું ભૂલી જાય છે.
આકાશની શુ વિસાત,
તું હાથ ફેલાવે ને એ એમાં સમેટાઈ જાય છે.
મંઝીલની શુ વિસાત,
તું સામે આવે ને એ પુરી થઈ જાય છે.
મૌનની શુ વિસાત,
તું સામે આવે ને અંગે-અંગ બોલી ઉઠે છે.
સ્પંદનની શુ વિસાત,
તું આવે ને એ અપૂર્ણ મટીને પૂર્ણ થઈ જાય છે.
- સ્પંદન