હવે તો સંબંધો પણ ભરબજારે વેચાય છે.
અણમોલ લાગણીઓની કિંમત થાય છે.
ખોટાં દેખાડાં કરીને અહીં ભાવ વેચાય છે.
સાચી લાગણી મેળવવાં વલખાં મરાય છે.
પ્રેમ અને પૈસામાં અહીં પૈસાનું ત્રાજવું નમે છે.
નિર્ધન જન આજે અહીં સ્નેહ માટે તરસે છે.
ધનવાનો સંબંધો માટે ધન રોજ વરસાવે છે.
ધન માટે લોકો સંબંધનો રોજ સોદો કરે છે.
સાચા સંબંધો તો અહીં બહુ ઓછાં દેખાય છે.
મળે"મીરાં" સાચી લાગણી તો એ નસીબ છે.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan