ચોતરફ નકારાત્મક વિચારોની અસર લાગે છે...
ખરો રસ્તો કેમ ખોળું સર્વત્ર ભેંકાર અંધકાર લાગે છે,
રહ્યા નહીં કોઈ ઉપાય જાતને જ જાત ખાઈમાં લાગે છે..
કેમ કરીને હાથ લંબાવું ભીતરે આત્મા પણ છિન્નભિન્ન લાગે છે,
વિશ્વાસની એ મજબૂત પકડ આજ છુટતી લાગે છે..
પ્રભુ! કર કોઈક ચમત્કાળ આજ આસ્થા ઝરઝરીત થતી લાગે છે!
-Falguni Dost