Gujarati Quote in Good Morning by Dr. Bhairavsinh Raol

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"દોસ્તી"

કાગળ અને પેનની દોસ્તી.
ટેરવાં અને ટચસ્ક્રીનની દોસ્તી.
અર્થ અને શબ્દની દોસ્તી.
દ્રષ્ટિ અને નજરની દોસ્તી.
મૌન અને અવાજની દોસ્તી.
પગલાં અને રસ્તાની દોસ્તી.
તમારી અને મારી દોસ્તી!!

આ હા હા..
કેટકેટલી દોસ્તીની સ્મૃતિઓ,
નજરની સામે જ આવી ફરી.

દોસ્તી એ
અકસ્માતથી મળતી અકસ્યામત નથી.
એ તો જાહોજલાલીની અમાનત છે.

ઉંમરને વટાવી અને વળાવી,
જે દૂર ખૂણામાં મૂકી દે,
એનું નામ દોસ્તી.

દોસ્તી ક્યારેય ઘરડી ના થાય,
એ તો પરિપક્વ જ થતી જાય.

દોસ્તી ફૂલોનો ગરમાળો નથી,
એ તો સુગંધનો દરિયો છે..

માટે જ દોસ્ત,
દોસ્તી કદી કરમાય એવું હજી આજ સુધી બન્યું જ નથી.
એ તો પમરાટ બની ને,
મહેંકી જ ઉઠે મહેંકી જ ઉઠે !!

લેખક: અજ્ઞાત

સહુ કોઈ પ્યારા દોસ્તોને સમર્પિત.

🌷🌹🌷🌹🌷

Gujarati Good Morning by Dr. Bhairavsinh Raol : 111845755
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now