કાતિલ ઠંડીઓમાં એ ધ્રુજતા રહ્યા
ભર ચોમાસે એ ભીંજાતા રહ્યા
ગ્રીષ્માવકાશે તપતા રહ્યા
પણ પૈસા માટે દોડતા રહ્યા
ન જાણે કેવુ આકર્ષણ હતું સાદગીથી ઉપર એનુ???
એને ભેગા કરવામાં જ મોજ શોખ છોડતા રહ્યા..
જરૂરિયાત હશે કદાચ સાંસારિક જીવનની એ,
પણ જરૂરિયાતથી ઉપર એ આદત બની જતા....
.
.
.
જીવનભર તેને માટે દોડતા રહ્યા💰🪙💰
-Nirali Polara