પ્રાર્થના -પ્રભાતીયુ ભજન
"હરી તું ગાડું મારું ક્યાં લઇ જાય"
હરી તું ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
ધરમ-કરમના જોડ્યા બળદીયા ધીરજની લગામ તાણું
સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય
મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…
પાંપણ પટારે સપના સંઘર્યા, ઉપર મનની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી
ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…
ક્યાંથી આવું, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનુ
અગમ-નીગમ નો ખેલ અગોચર, મનમાં મુંઝાવા નું
હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…
રચના: અજ્ઞાત
ગાયક: પ્રફુલ્લ દવે
આ ખુબજ હૃદયસ્પર્શી ગીત છે.આ ગીત ના શબ્દે શબ્દે મર્મ દ્વારા જીવન નો સાર સમજાવવામાં આવ્યો છે.કર્મ એ જ શક્તિ છે. ઈશ્વર જ માનવી નો એક માત્ર સહારો છે. ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું!
શ્રી કૃષ્ણ વાસુદેવાય નમઃ