અમદાવાદ માં નગર લક્ષ્મી નો પ્રાચીન સમયથી નિવાસ છે.માતા લક્ષ્મીજી નાઆશીર્વાદ આ શહેર પર છે. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા કાપડ ની ધમધમતી મિલો/ ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.
અણહીલવાડના સોલંકી રાજા કર્ણદેવે આશાવલના સ્થાને કર્ણાવતી નામના નગર ની સ્થાપના કરી હતી. સુલતાન અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ માણેક બુર્જ પાસે અમદાવાદ શહેરનો પાયો નાખ્યો. તેમને માર્ચ ૧૪૧૧ના રોજ અણહિલવાડ પાટણ ને બદલે અમદાવાદ ને નવી રાજધાની બનાવી હતી.અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. મે ૧૯૬૦થી નવું બનેલું ગાંધીનગર શહેર ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા અકબંધ રહી છે. તે ગુજરાત નું ઔધોગિક પાટનગર ગણાય છે. ધીકતું વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા તેમજ અન્ય ઉધોગો મુખ્ય છે.
માતા લક્ષ્મીજી ના આશીર્વાદ થી અને અહીં ના શહેરીજનો ના આવડત, કુનેહ અને પરિશ્રમ ના પરિણામે આ શહેર આજે ખુબજ સમૃદ્ધ અને અનેકવિધ ક્ષેત્રે વિકસીત બન્યું છે.અમદાવાદ ની વિકાસ ગાથા સ્થાન ને અભાવે વર્ણવી શકતા નથી.તાજેતર માં જેને ફરી ને આ શહેર જોયું હોય તે સમજી શકશે.