તહેવારોની વચ્ચે ક્યાંક અટવાય ગયો છું..!!
તું ના માનીશ એવું કે તને હું ભૂલી ગયો છું.
જોઈ હશે રાહ તે અવિરત હાં હું જાણું છું,
ને એવુંય નથી કે મધરાહે તને મૂકી ગયો છું.
જવાબદારી મજબૂરી નો ખેલ છે સઘળો..!!
બસ આ બેની વચ્ચે ક્યાંક અટકી ગયો છું.
ભૂલી ગયા હોય એને યાદ કરવું પડે હા ને..??
ને હું તો તને હરેક ઘબકરમાં ભરી ગયો છું.
નહિ જોવડાવું વધુ રાહ હવે તારા દિલને..!!
સંગે જીવશું જે સપનાં તને બતાવી ગયો છું.