દિવાળી...✍️
લાગણી થી ખળખળો તો છે દિવાળી ,
પ્રેમ ના રસ્તે વળો તો છે દિવાળી ,
એકલા છે જે સફર માં જિંદગીની ,
એમને જઈ ને મળો તો છે દિવાળી ,
છે ઉદાસી કોઈ આંખો માં જરા પણ ,
લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી ,
જાત થી યે જેમણે ચાહયા વધારે ,
એમના ચરણે ઢળો તો છે દિવાળી ,
દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું
ભીતરેથી ઝળહળો તો છે દિવાળી.
-મહેશ કે વેગડ "સમય"