આર્ટસ, કોમર્સ કે સાયન્સ કોઈ પણ કોલેજમાં ભણવાના વિષયો કરતા પ્રેમસંબંધોની સૌથી વધુ ચર્ચા થતી હોય છે.પણ એક 18 કે 20 વર્ષનો છોકરો ક્યારેય પ્રેમની શોધમાં નથી હોતો. પોતાના સ્વભાવને અનુરૂપ તેની ખાસ કોઈ ચોઇસ પણ નથી હોતી. તેને બસ ગલફ્રેન્ડથી જ મતલબ હોય છે. એક સિંગલિયા ગ્રુપમાં પોતાનો માનમોભો કંઈ રીતે વધારવો, કોફી ડેટ, બાઈક પર લોંગ ડ્રાઇવ, સિનેમાઘરમાં કોર્નરની સીટ કે એથી આગળ ચાર દીવાલ વચ્ચે એક રોમેન્ટિક રીલેશનશીપ કેમ જીવવું...? એનાથી આગળ એ ખ્યાલી પુલાવ પણ નથી પકાવી શકતો. એક રીલેશનશીપ અને પ્રેમ વચ્ચેનો તફાવત એ સમજે એની પેલાં તો કોલેજકાળ પણ પૂરો થઈ જતો હોય છે...!
-SK's ink
(Pureness of Love માંથી)