બસ મારાં કાન્હાજીનો મળે મને સાથ
પછી મને કોઈનો નહીં જોઈએ સાથ.
બસ કાન્હાજી સમજી જાય મારી વાત
પછી કોઈને નથી સમજાવવી મારે વાત.
બસ કાન્હાજી સાંભળે મારી દરેક વાત
પછી કોઈને નથી સંભળાવવી મારે વાત.
બસ કાન્હાજીનો હાથ હોય સદા માથે
પછી કોઈના સહારાની જરૂર નથી મારે.
બસ કાન્હાજી રહે સદાય મારી સાથ
પછી લડી લઈશ દરેક મુશ્કેલી સાથ.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan