આપણી ગુજરાતી શ્રીરામ થી ભરપૂર છે,
નમસ્કાર કરતી વખતે સૌ પ્રથમ રામ રામ બોલે,
મુશિબતો થી બચી જાય તો રામ રાખે તેને કોણ ચાખે,
ટેક લીધી હોય તો રામ ના રખોપા રાખ્યા,
ના ખબર પડે તો મારો રામ જાણે,
જતુ કરવા હાટુ બોલે એને રામ રામ કરો,
ભાંગી જાય ત્યારે કે રામ રોટલો થયો,
દવા દેતી વખતે બોલે આતો રામબાણ ઈલાજ છે,
સારી જોડ જુવે તો કે આ રામ સીતા ની જોડ છે,
જીવન મા જલશા હોય તો કે
રામ રાજય અને પ્રજા સુખી,
અને છેલ્લે મરતી વખતે એના રામ રમી ગયા,
સ્મશાન જતી વખતે પણ રામ બોલો ભાઈ રામ,
રામ નામ સત્ય હે...,
રામ સિવાય કોઈ શબ્દ નથી,
🙏જય શ્રી રામ 🙏
-Jigna Pandya