રાજા દશરથનાં આજ્ઞાકારી પુત્ર,
વેઠ્યો જેમણે વનવાસ પિતાનાં વચન કાજ!
કર્યો ઉદ્ધાર કેવટનો,
પૂર્ણ કરી એની મહેચ્છા...
કર્યો રાક્ષસોનો સંહાર,
આપી સલામતી ઋષિઓને...
ઉઠાવી ધનુષ શિવજીનું,
થયા માતા સીતાના,
ઉતાર્યું અભિમાન શ્રી પરશુરામજીનુ.
કર્યો ઉદ્ધાર માતા શબરીનો,
ખાઈ એઠા બોર...
કરી અંતિમ સંસ્કાર જટાયુનાં,
નિભાવ્યો માનવધર્મ.
કરી નિર્માણ રામેશ્વરનું,
સ્થાપ્યું એક જ્યોતિર્લિંગ.
બન્યા સખા એ વાનરરાજ સુગ્રીવનાં.
વરસાવ્યુ હેત અપાર એમણે,
ભક્ત શ્રી હનુમાન પર.
લઈને વાનરસેના બનાવ્યો રામસેતુ,
પાર કરી દરિયો સૌએ,
લાવ્યા પાછા સીતા માત.
વધ કરી રાવણનો,
કર્યો રાજ્યાભિષેક વિભીષણનો.
હેત વરસાવ્યુ ભાઈઓ પર,
ક્યારેય ન ચૂક્યા સ્ત્રી સન્માન.
કર્યો ન ભેદભાવ માતાઓમાં,
ગણ્યા ત્રણેયને સમાન.
કર્યું સુખેથી રાજપાટ,
બનાવી સંસ્કારી નગરી અયોધ્યા.
એટલે જ તો કહેવાયું આ
'રામ રાજ ને પ્રજા સુખી'
ભૉગવ્યું દુઃખ સીતા વિયોગનું.
ન કરી શક્યા કશુંય,
સમાયા સીતામાતા જ્યારે ધરતીમાં.
જાળવી મર્યાદા દરેક સંબંધોમાં,
કહેવાયા એ મર્યાદા પુરુષોત્તમ.
કરું હું વંદન એમને,
જય જય શ્રી રામ.
🙏🙏🙏
#Rama