#Shiva
હે મહાદેવ દેવના દેવ(શિવ)!હું તને નિહાળી નથી સકતી કે નથી ક્યારેય મળી પણ નથી સકતી પણ તોય તું મને રોજ મળે છે અને રોજ મને જોવે છે.
પાણી ના પરપોટા માંથી જન્મ દેનાર તું,
હાડ રુધિર વચ્ચે દૂધ ભરનાર તું,
વાદળ સુધી પાણી પહોચાડનાર તું,
કોયલ નો કંઠ પૂરનાર તું,
ચંદ્ર સુર્ય ને ચમકાવનાર તું,
ધરતી પેટે અન્ન ઉગાળનાર તું,
મોર ના પીછાં રંગવા થી માંડી ને
કીડી ના આંતર પૂરનાર તું,
મારા પુરા જીવન ની દોરી ઝાલનાર તું
અંતમાં,
તારે અનેક પણ
મારે તો તું એક મહાદેવ