હે ભવાની!સુખ કરજો ,દુઃખ હરજો
કામ ક્રોધ નો નાશ કરજો
હે બહુચર!ભવ ભવના મેણા ટાળજો
વાંઝિયાને તમે બાળક દેજો
હે મહાકાળી!કાળનો તમે નાશ કરજો
આશકિતનો સંહાર કરજો
હે અંબે!આરાસુરથી આશીર્વાદ વરસાવજો
સર્વે લોકનું રક્ષણ કરજો
હે મોઢેશ્વરી!હાથ પકડજો
અવળા માર્ગેથી પાછો વાળજો
હે રાંદલ!રક્ષા કરજો
આ બાળકની ભૂલો માફ કરજો
હે ઉમિયા!સદા સહાય કરજો
મધદરિયે તમે જ તારજો
હે નવદુર્ગા!નૈયા અમારી પાર કરજો
સદબુદ્ધિનો સંચાર કરજો
હે કુળદેવી!અંત સમયે દર્શન દેજો
સર્વ પાપનો નાશ કરજો
હે જગદંબા!હે ચોસઠ જોગણીઓ
ભૂલચૂક તમે માફ કરજો
આ અજ્ઞાની બાળકની અરજી સ્વીકાર કરજો
યોગી
-Dave Yogita