પેલો ગિરધર ગોપાલ એના તાલમાં
મારી સાથે રાસ રચાવતો ગયો
રાધાનો શ્યામ મને રાસ રમાડતો ગયો
પેલો કાનો એની એક એક તાલીમાં
મને તાન ચડાવતો ગયો
રાધાનો શ્યામ મને રાસ રમાડતો ગયો
પેલો રણછોડ એના વાંસળીના સૂરોમાં
મને ભાન ભુલાવતો ગયો
રાધાનો શ્યામ મને રાસ રમાડતો ગયો
પેલો શ્યામ સુંદર એના રંગમાં
મને રંગતો ગયો
રાધાનો શ્યામ મને રાસ રમાડતો ગયો
પેલો કનૈયો એના એક એક રણકાર માં
મને સમજાવતો ગયો
રાધાનો શ્યામ મને રાસ રમાડતો ગયો
પેલો માખણ ચોર એના ધુમરમાં
મને ફેર ફુદરડી ફેરવતો ગયો
રાધાનો શ્યામ મને રાસ રમાડતો ગયો
પેલો કાનુડો એના એક એક સ્ટેપમાં
મને જીવનનો સાર બતાવતો ગયો
રાધાનો શ્યામ મને રાસ રમાડતો ગયો
અંતમાં,
હજારો ગોપીઓ સાથે રમતા રમતા
આજે આ મીરાનું ચીત પણ ચોરતો ગયો
પેલો ચીતચોર મને રાસ રમાડતો ગયો
યોગી